એશિયન મહિલા હોકીમાં ભારત સેમિફાઈનલમાં

એશિયન મહિલા હોકીમાં ભારત સેમિફાઈનલમાં

એશિયન મહિલા હોકીમાં ભારત સેમિફાઈનલમાં

Blog Article

બિહારના રાજગીરમાં રમાઈ રહેલી એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ્સમાં ભારત સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. એ પછી, રવિવારે લીગ મેચમાં ભારતે જાપાનને 3-0થી હરાવ્યું. પાંચ મેચમાં પાંચ વિજય સાથે ભારતે સર્વોચ્ચ 15 પોઈન્ટ લઈ પોઈન્ટ ટેબલમાં ટોપ પોઝિશન મેળવી છે, તો ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન બીજા ક્રમે છે.

ભારતે પહેલા હાફમાં કોઈ ગોલ નહોતો કર્યો અને બીજા હાફમાં ત્રણ ગોલ કર્યા હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર કરનારી દીપિકા (47મી અને 48મી મીનિટ) એ બે ગોલ કર્યા હતા, તો વાઈસ કેપ્ટન નવનીત કૌરે 37મી મીનિટમાં ભારત માટે ગોલ કર્યો.

ભારતનો હવે સેમિફાનલમાં મંગળવારે ફરી જાપાન સામે જ મુકાબલો છે. બીજી સેમિફાઈનલમાં ચીનનો મુકાબલો મલેશિયા સાથે રહેશે. ભારતીય ટીમનો અગાઉની ચાર મેચમાંથી એકેયમાં પરાજય થયો નથી. ભારતે મલેશિયાને 4-0થી, કોરિયાને 3-2થી, થાઈલેન્ડને 13-0થી તથા ચીનને 3-0થી હરાવ્યું હતું.

Report this page